PVC Aadhaar Card ઑનલાઈન ઓર્ડર કેવી રીતે કરવું? Step-by-Step Guide

Sample PVC Aadhaar Card front and back view with Gujarati text asking "How to order PVC Aadhaar Card online?" and English text "A Step-by-Step Guide".

PVC Aadhaar Card એ એટીએમ કાર્ડ જેવી જ સાઇઝમાં આવે છે, દેખાવમાં મસ્ત, અને સૌથી મોટો ફાયદો એ છે કે —મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે.

આ બ્લોગ માં આપણે UIDAIની ઓફિશિયલ વેબસાઇટથી PVC Aadhaar Card ઑનલાઈન કેવી રીતે ઓર્ડર કરવું, કેટલો ખર્ચ આવે, કેટલા દિવસમાં ડિલિવર થઈ જાય, અને જો OTP ન આવે તો શું કરવું એ જાણીશું.

UIDAI પરથી PVC Aadhaar Card ઓર્ડર કરવા માટે (ટૂંકી રીત):

  1. UIDAI ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહિયાં ક્લિક કરો → https://uidai.gov.in
  2. My Aadhaar / Get Aadhaar → Order Aadhaar PVC Card પસંદ કરો
  3. Aadhaar Number (12 અંક) અથવા VID નાખો
  4. Captcha ભરો → Send OTP
  5. OTP નાખીને Submit કરો
  6. Preview ચેક કરો → Make Payment
  7. ₹50 (GST + Speed Post સહિત) પેમેન્ટ કરો
  8. SRN મળ્યા પછી Order Status ટ્રેક કરો

🔗 વધુ વાંચો: Aadhaar અને Masked Aadhaar Card ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું? A Step-by-Step Guide
🔗 વધુ વાંચો: તમારા નામે કેટલા SIM Card છે તે કેવી રીતે જાણવું? Sanchar Saathi Portal | Helpful Guide

PVC Aadhaar Card શું છે? અને કેમ મંગાવવું?

PVC Aadhaar Card એટલે UIDAI દ્વારા પ્રિન્ટ કરીને મોકલાતું પ્લાસ્ટિક કાર્ડ છે. તમે PDF પ્રિન્ટ કરાવીને પ્લાસ્ટિકમાં બનાવો એ નહીં—આ ઓફિશિયલ UIDAI પ્રિન્ટેડ કાર્ડ છે.

PVC આધાર કાર્ડના ફાયદા

  • ટકાઉ (Durable): સામાન્ય કાગળ કરતાં ઘણી વખત વધારે મજબૂત
  • વૉલેટ-ફ્રેન્ડલી: કાર્ડ સાઇઝ હોવાથી સાથે રાખવું સરળ
  • ઓફિશિયલ પ્રિન્ટ: UIDAI દ્વારા પ્રિન્ટ થતું હોવાથી વિશ્વાસપાત્ર
  • સિક્યુર QR: અનેક જગ્યાએ QR સ્કેનથી ઝડપી વેરિફિકેશન થઈ શકે

સાચું કહું તો, જે લોકો રોજ બેંક/ઓફિસ/ટ્રાવેલમાં ID તરીકે આધાર રાખે છે, એમને PVC કાર્ડ એકદમ “અનુકૂળ” લાગે છે.

PVC Aadhaar Card ની ફી કેટલી?

સામાન્ય રીતે ₹50 (GST અને Speed Post charges સહિત)

નોંધ: ફી/પ્રક્રિયા ક્યારેક UIDAI અપડેટ મુજબ બદલાઈ શકે. હંમેશા પેમેન્ટ પેજ પર દેખાતી માહિતી ચેક કરો.

ડિલિવરી માટે સમય કેટલો લાગશે?

મોટાભાગે PVC આધાર કાર્ડ 5 થી 15 દિવસમાં Speed Post દ્વારા પહોંચે છે. શહેર/પિનકોડ અને પોસ્ટલ નેટવર્ક મુજબ સમય બદલાઈ શકે છે.

PVC Aadhaar Card ઑનલાઈન ઓર્ડર કરવાની Step-by-Step પ્રક્રિયા

નીચેની પ્રક્રિયા બહુ સરળ છે—બસ તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે રાખજો, કારણ કે OTP એ નંબર પર આવશે.

Step 1: UIDAI ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહિયાં ક્લિક કરો

Step 2: “Order Aadhaar PVC Card” વિકલ્પ વેબસાઇટ પર શોધો

  • મેનુમાં સામાન્ય રીતે: My Aadhaar / Get Aadhaar → Order Aadhaar PVC Card

Step 3: Aadhaar Number અથવા VID Number લખો

  • Aadhaar Number (12 અંક) અથવા VID (Virtual ID) દર્જ કરો
  • Captcha ભરો

Step 4: OTP મેળવો અને Verify કરો

  • Send OTP ક્લિક કરો
  • રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે
  • OTP નાખીને Submit કરી દો

Step 5: Preview માં વિગતો ચેક કરો

  • અહીં નામ, જન્મતારીખ, સરનામું વગેરેનું Preview મળશે
  • એકવાર શાંતિથી ચેક કરી લો, કારણ કે PVC ઓર્ડર પછી પ્રિન્ટ થઈ જાય

નોંધ: જો સરનામું/નામ ખોટું હોય, તો પહેલાં Aadhaar Update કરાવવું પડે. PVC ઓર્ડર માત્ર “પ્રિન્ટિંગ/ડિસ્પેચ” માટે છે.

Step 6: Payment કરો (₹50)

  • Make Payment પર ક્લિક કરો
  • UPI / Debit Card / Credit Card / Net Banking દ્વારા પેમેન્ટ કરો

Step 7: SRN (Service Request Number) જરૂરથી સાચવો

  • પેમેન્ટ બાદ તમને SRN નંબર મળશે
  • SRN નંબર નો સ્ક્રીનશોટ લઈ લો—પછી સ્ટેટસ ટ્રેક કરવા બહુ કામ આવે છે

PVC Aadhaar Card સ્ટેટસ કેવી રીતે ચેક કરવો?

  1. UIDAI વેબસાઇટ પર જાઓ
  2. Check Aadhaar PVC Card Status ઓપ્શન ખોલો
  3. SRN + Captcha દાખલ કરો
  4. Submit કરીને status જુઓ

OTP નથી આવતો? આ કારણો અને ઝટપટ ઉકેલો

  • મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી: OTP નહીં આવે → Enrollment Center/Seva Kendra પર જઈને નંબર અપડેટ કરાવો.
  • નેટવર્ક/સિગ્નલ ઇશ્યૂ: થોડું રાહ જુઓ અને ફરી પ્રયત્ન કરો
  • SMS spam/DND: SMS બ્લોક તો નથી ને તે ચેક કરો Settings માંથી.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)❓

  1. PVC આધાર કાર્ડ શું છે? અને e-Aadhaar થી શું ફરક પડે?

    PVC આધાર કાર્ડ UIDAI દ્વારા પ્રિન્ટ થયેલું પ્લાસ્ટિક કાર્ડ છે, જ્યારે e-Aadhaar PDF ફોર્મેટમાં ડાઉનલોડ થાય છે. સાચું કહું તો, રોજ વૉલેટમાં રાખવા માટે PVC વધારે ટકાઉ અને કન્વિનિયન્ટ લાગે છે.

  2. PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે આધાર નંબર જ જોઈએ કે VID થી પણ થઈ જશે?

    બંને ચાલે. તમે 12 અંકનો Aadhaar Number અથવા **VID (Virtual ID)**થી પણ ઓર્ડર કરી શકો છો.

  3. UIDAI પરથી PVC આધાર કાર્ડ ઓર્ડર કરવાની ફી કેટલી છે?

    સામાન્ય રીતે કુલ ફી ₹50 હોય છે (મોટેભાગે GST અને Speed Post ચાર્જ સહિત).

  4. PVC આધાર કાર્ડ ડિલિવરીમાં કેટલો સમય લાગે?

    મોટાભાગે 5 થી 15 દિવસમાં Speed Postથી આવી જાય છે. ક્યારેક પોસ્ટલ ડિલે થાય તો થોડા દિવસ ઉપર-નીચે પણ થઈ શકે.

  5. PVC આધાર કાર્ડ માટે OTP કેમ જરૂરી છે?

    OTP એ ખાતરી માટે હોય છે કે ઓર્ડર ખરેખર આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વાળાજ વ્યક્તિ જ કરી રહ્યો છે. આ તમારા ડેટાની સુરક્ષામાં એક મહત્વનું પગલું છે.

  6. મોબાઈલ નંબર આધાર સાથે લિંક ન હોય તો PVC કાર્ડ ઓર્ડર થઈ શકે?

    નહીં. OTP આવવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ જરૂરી છે. નંબર લિંક ન હોય તો પહેલા નજીકના Aadhaar Seva Kendra/Enrollment Center પર જઈને મોબાઈલ અપડેટ કરાવો..

  7. SRN શું છે અને એ કેમ સાચવવો જોઈએ?

    SRN (Service Request Number) તમને પેમેન્ટ બાદ મળે છે. એ જ તમારું “ટ્રેકિંગ નંબર” સમજો. SRN વગર પછી સ્ટેટસ ચેક કરવું મુશ્કેલ પડે—એટલે સ્ક્રીનશોટ લઈ લો.

  8. PVC આધાર કાર્ડ નો સ્ટેટસ કેવી રીતે ટ્રેક કરવો?

    UIDAI વેબસાઇટ પર જઈને Check Aadhaar PVC Card Status માં SRN અને Captcha દાખલ કરો અને સ્ટેટસ જોઈ લો.

  9. PVC આધાર કાર્ડમાં સરનામું/નામ ખોટું પ્રિન્ટ થઈ જાય તો શું કરવું?

    PVC ઓર્ડર પહેલાં જે ડિટેઇલ્સ આધાર ડેટાબેઝમાં છે એ જ પ્રિન્ટ થાય છે. એટલે જો વિગતો ખોટી હોય તો પહેલા Aadhaar Update કરાવો, પછી નવી માહિતી સાથે ફરી PVC કાર્ડ ઓર્ડર કરો.

  10. UIDAI સિવાય અન્ય વેબસાઇટ/એજન્ટથી PVC આધાર કાર્ડ ઓર્ડર કરવું સલામત છે?

    સેફ રહેવા માટે સરળ વાત: માત્ર UIDAIની ઓફિશિયલ સાઇટ થી જ ઓર્ડર કરો. થર્ડ-પાર્ટી સાઇટ/એજન્ટને આધાર નંબર/OTP આપવો જોખમી પડી શકે.

Similar Posts